ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હંમેશા પોતાના વ્યક્તિત્વ અને સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે, હાલમાં ફરી એકવાર ખજૂરભાઈએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ખરેખર ખજૂરભાઈ અભિમાન વગર પોતાનું જીવન જીવી રહ્યા છે, હાલમાં જ ખજૂરભાઈના ટિમ મેમ્બર દેવલ મકવાણાની સગાઈમાં પોતાની પત્ની અને ભાઈ સાથે સગાઈમાં હાજરી આપી હતી.
હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ખરેખર આ તસવીરો હાલમાં લોકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. ખજૂરભાઈ પોતાના ટિમના દરેક મેમ્બરને પોતાન પરિવારના સભ્ય તરીકે જ ગણે છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ પોતાના પત્ની મીનાક્ષી અને તેમના ભાઈ તરુણ જાની અને અન્ય ટિમ મેમ્બરો સાથે સગાઈમાં ખાસ હાજરી આપી.
અને બંને કપલને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે ખાસ તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, ખજૂરભાઈને પોતાના ટિમ મેમ્બર સાથે પ્રેમ અને લગાવ પણ અતૂટ છે.
દેવલ મકવાણા ઘણા સમયથી ખજૂરભાઈની સાથે કે કોમેડી વિડીયોમાં એક્ટિંગ કરે છે અને તેઓ કાકાભાઈના પાત્રથી લોકોમાં ખુબ જ પ્રિય થયેલ છે, તેમના જીવનના ખાસ પ્રસંગે ખજૂરભાઈએ હાજરી આપી અને દેવલની સગાઈમાં ખુશીઓ ફેલાવી હતી.
આમંત્રિત સૌ મહેમાનો પણ ખજૂરભાઈને જોઈને આનંદિત થઇ ગયા હતા, આ તસવીરોમાં જોઈ શકાય છે કે, ખજૂરભાઈએએ પરિવારના સભ્ય તરીકે જ આ સગાઈમાં હાજરી આપી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દેવલ મકવાણાએ કોમલ નામની યુવતી સાથે સગાઈ કરી છે.
આ બંનેની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે. હાલાં દેવલભાઈના સૌ ચાહકો પણ તેમને ખુબ ખુબ શુભકામનાઓ સહ અભિનંદન પાઠવી રહ્યા છે તેમજ ખજુરભાઈણ ચાહકો પણ ખજૂરભાઈના વખાણ કરી રહ્યા છે, ખરેખર ખજૂરભાઈએ આ સગાઈમાં હાજરી આપીને સૌનું દિલ જીતી લીધું છે.