હાલમાં ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં મંદિરમાંથી શિવલિંગની ચોરીનો શરમજનક મામલો સામે આવ્યો છે આ મામલો ચિત્રકૂટ રોડ પર આવેલા કુમિયાંવા નગરનો છે ભૈરવ બાબાના મંદિરમાં શિવલિંગ સ્થાપિત હતું શિવલિંગની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તેણે પોલીસને જણાવ્યું કે તેણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા માટે મંદિરમાં પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાનને પ્રસન્ન કરવા માટે તે દરરોજ સવાર-સાંજ પૂજા-પાઠ કરતો હતો. જ્યારે મન્નત પુરી ન થઈ ત્યારે આરોપીઓએ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી હતી અને તેને થોડે દૂર લઈ જઈને ઝાડીમાં ફેંકી દીધું હતું.
વાત એમ છે કે 2 સપ્ટેમ્બરે જ્યારે લોકો મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે શિવલિંગ જ ગાયબ હતું. આ કેસની પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસે તપાસ શરૂ કરી હતી. શંકાના આધારે છોટુ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે જ શિવલિંગની ચોરી કરી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આરોપી વાંસની ઝાડીઓમાંથી ચોરી કરેલા શિવલિંગને બહાર કાઢી રહ્યો છે. તેની સાથે પોલીસ પણ હાજર છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે છોટુ સાવન મહિના દરમિયાન બાબા ભોલેનાથની પૂજા કરતો હતો.
છોટુએ પોલીસને જણાવ્યું કે તેને ગામની એક છોકરી પસંદ હતી. છોટુએ ભગવાન શિવને તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક મહિના પછી પણ લગ્ન ન થયા ત્યારે છોટુને દુઃખ થયું અને શિવલિંગ ગાયબ કરી દીધું. મહેવાઘાટ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર અભિષેક કુમારે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.